Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સિરીયલ 'મેડમ સર': હસીના તેની અને શિવાની વચ્ચે ગેરસમજ દૂર કરશે?

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબ પર વહાલા કોપ ડ્રામાએ એમપીટી (મહિલા પોલીસ થાણા) દ્વારા લેવાતા રસપ્રદ કેસ સાથે સપ્તાહ દર સપ્તાહ મનોરંજન વધારવાનું ચાલુ જ રાખ્યુ છે. નવી વાર્તામાં એસએચઓ હસીના મલિક અને ચિંગારી ગેન્ગની આગેવાન શિવાની તાઇ વચ્ચે સંઘર્ષ થાય છે. દર્શકોએ હાલમાં જ શોમાં ચિંગારી ગેન્ગને વારંવાર ચેતવણી છતાં તેઓ પીડીતાને ન્યાય અપાવવા માટે ખોટા માર્ગે ચાલવાનું ચાલુ જ રાખે છે.

આગળ જતા જો એમપીટી ચિંગારી ગેન્ગને કાયદો તેમના હાથોમાં લેતી રોકી નહીં શકે તો હસીના ભીંસમાં આવી શકે છે. હસીનાને એવી માહિતી મળે છે કે ચિંગારી ગેન્ગની બધી સભ્યો ભુતકાળમાં પીડીત રહી ચૂકી છે અને ન્યાય નહીં મળતા તેમણે ગેન્ગ શરૃ કરી છે. ચિંગારી ગેન્ગને સમજાવવા માટે હૃસીના એક યોજના ઘડી કાઢે છે, જેમાં એમપીટી ચિંગારી ગેન્ગથી પણ પહેલા પીડીતોને ન્યાય નહીં અપાવે તો પોલીસ પ્રણાલી પર ફરીથી વિશ્વાસ બેસશે અને પીડીતોને ચિંગારી ગેન્ગની જરૃર નહીં પડશે.

(3:18 pm IST)