Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

આ શુક્રવારે થઇ રહ્યું છે ‘મિલી'નું આગમન

જ્‍હાનવી કપૂરે ટુંકા સમયમાં જ સાબિત કરી દીધુ છે કે તે બોલીવૂડમાં લાંબી ઇનિંગ માટે આવી છે. હોટ અને બ્‍યુટીફુલ અભિનેત્રી તરીકે ઓળખ ઉભી કરનારી જ્‍હાનવીએ તેની ફિલ્‍મ મિલી માટે ભરપુર પ્રમોશન કર્યુ છે. આ ફિલ્‍મ આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે. ફિલ્‍મના પ્રમોશન દરમિયાન કામણકારી કાયામાં રેડ હોટ લૂકમાં પહોંચી તેણે ચાહકોને ઘાયલ કર્યા હતાં. તે રેડ કલરના બોડીકોન ગાઉનમાં જબરદસ્‍ત દેખાઇ રહી હતી. તેનો ગ્‍લેમરસ અને સ્‍ટાઇલીશ લૂક જોઇ સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. આ તસવીરો શેર કરી જ્‍હાનવી કપૂરે ફિલ્‍મ પ્રમોશનની વિગતો લખી હતી.  સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેતી જ્‍હાન્‍વી અવાર-નવાર બોલ્‍ડ અવતાર સાથે ધમાલ મચાવતી જોવા મળે છે. જ્‍હાન્‍વીની અન્‍ય ફિલ્‍મોમાં બવાલ અને મિસ્‍ટર એન્‍ડ મિસીસ માહીનો સમાવેશ થાય છે. ધડક ફિલ્‍મથી શરૂઆત કરનાર જ્‍હાન્‍વીએ તે વખતે બેસ્‍ટ ફિમેલ ડિબેટનો એવોર્ડ પણ મેળવ્‍યો હતો.

(10:31 am IST)