Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મને સુપરસ્‍ટારની જેમ પાત્રો ભજવવા નથી ગમતાં: સૈફ

સૈફ અલી ખાનની વિક્રમ વેધા તાજેતરમાં આવી હતી. જેમાં તેના અભિનયના ખુબ વખાણ થયા છે. હવે તે આદિપુરૂષમાં રાવણના રોલમાં જોવા મળશે. જો કે આ ફિલ્‍મના તેના દેખાવની ભયંકર ટીકા થઇ છે. વિક્રમ વેધા આ જ નામની સાઉથ ઇન્‍ડિયન ફિલ્‍મની રીમેક છે. જેમણે મૂળ ફિલ્‍મ જોઈ નથી એમને તો સૈફ-રિતીક રોશનવાળી વિક્રમ વેધા જોઈને જલસો પડી ગયો હતો. સૈફ કરતાં રિતીકની સ્‍ટાર વેલ્‍યુ વધારે છે. ૧૭૫ કરોડના બજેટમાં આ ફિલ્‍મે પહેલાં અઢાર દિવસમાં ૧૨૭ કરોડ જેટલું બોક્‍સઓફિસ કલેક્‍શન કરી નાખ્‍યું હતું. આ જોતાં નિર્માતા માટે બહુ હરખાવા જેવું નહોતું. સૈફ આ ફિલ્‍મમાં પોલીસ ઓફિસર બન્‍યો છે.

મુળ ફિલ્‍મમાં સૈફવાળો રોલ આર. માધવને કર્યો છે. તે કહે છે મને સુપરસ્‍ટારની જેમ પાત્રો ભજવવા નથી ગમતાં. મને જે રોલ મળે તેમાં પાત્રમય બની જાઉ છું. સ્‍ટાર સ્‍ટેટસ તો આડપેદાશ છે. હું એને બહુ મહત્ત્વ આપતો નથી.

(10:31 am IST)