Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ત્રણ ફિલ્‍મોના કામમાં વ્‍યસ્‍ત છે રશ્‍મિકા

દક્ષિણ ભારતની ફિલ્‍મોની સુંદરીની પહેલી હિન્‍દી ફિલ્‍મ આવી નહોતી એ પહેલા જ તેને નેશનલ ક્રશ એટલે કે આખો દેશ જેના પ્રત્‍યે મોહિત થઇ ગયો છે તેવી વ્‍યક્‍તિનો ખિતાબ મળી ગયો હતો. શ્રીવલ્લી એટલે કે રશ્‍મિકા મંદાનાની એક હિન્‍દી ફિલ્‍મ આવી ચુકી છે. હવે તે અન્‍ય બે ફિલ્‍મોમાં રણબીર કપૂર સાથે એનિમલમાં અને સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા સાથે મિસ્‍ટર મજનુમાં જોવા મળશે. હિન્‍દીમાં ડબ થયેલી પુષ્‍પાને કારણે રશ્‍મિકાને બોલીવૂડમાં પણ જબ્‍બર લોકચાહના મળી ગઇ હતી. ગૂડબાયમાં તેણે અમિતાભ બચ્‍ચન અને નીના ગુપ્‍તા સાથે કામ કર્યુ છે. છવ્‍વીસ વર્ષિય રશ્‍મિકાની અભિનય કારકિર્દી ૨૦૧૬માં શરૂ થઇ હતી. પહેલી કન્‍નડ ફિલ્‍મ સુપરહિટ નિવડી હતી. એ પછી તે સતત કામ કરી રહી છે. મિસ્‍ટર મજનુ સ્‍પાય થ્રિલર છે. પુષ્‍પા-૨નું કામ પણ તે કરી રહી છે. બોક્‍સ ઓફિસ પર રશ્‍મિકાની ત્રણ ફિલ્‍મો એક પછી એક આવશે.

(10:30 am IST)