Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રામ સેતુ બોક્‍સ ઓફિસ પર ડૂબી ગઈ : ૯ દિવસમાં ધબડકો

કાલે ૩ નવી ફિલ્‍મો રજુ થશે

નવી દિલ્‍હી, તા.૩: અક્ષય કુમારની ‘રામ સેતુ' સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૯ દિવસ પૂરા કરી ચૂકયા છે, પરંતુ ફિલ્‍મ હજુ સુધી તેની પડતર વસૂલ કરી શકી નથી. ફિલ્‍મે શરૂઆતના દિવસે સારો દેખાવ કર્યો હતો. ત્‍યારથી તેનું કલેક્‍શન દિન પ્રતિદિન સતત ઘટી રહ્યું છે. ‘રામ સેતુ' માટે આજે છેલ્લો દિવસ છે કારણ કે આ શુક્રવારે થિયેટરમાં ત્રણ નવી ફિલ્‍મો રિલીઝ થઈ રહી છે જે અક્ષય કુમારની ફિલ્‍મને પાડી દેશે.

વર્ષ ૨૦૨૨ અક્ષય કુમાર માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ‘બચ્‍ચન પાંડે' બોક્‍સ ઓફિસ પર ફ્‌લેટ પડી ગઈ હતી. આ પછી પિરિયડ ડ્રામા ફિલ્‍મ ‘સમ્રાટ પળથ્‍વીરાજ' સાથે પણ આવું જ થયું. તે પછી ૧૧ ઓગસ્‍ટે આવેલું ‘રક્ષા બંધન' પણ ઘણું ખરાબ રહ્યું. હવે રામ સેતુ પણ હિટ થવાની આશા નથી. આ ફિલ્‍મ પણ ૯ દિવસમાં તેની કોસ્‍ટ કિંમત વસૂલવામાં સફળ રહી નથી. બોલિવૂડ હંગામા અનુસાર, ફિલ્‍મનું બજેટ ૭૦ કરોડની નજીક છે.

રામ સેતુને ન તો દિવાળીનો લાભ મળ્‍યો અને ન તો ભાઈ દૂજની ફિલ્‍મે પહેલા દિવસે ૧૫.૨ કરોડની કમાણી કરી હતી પરંતુ ૧ સપ્તાહના અંત સુધીમાં તે ૩ કરોડથી પણ ઓછી થઈ ગઈ છે. ફિલ્‍મોના કલેક્‍શન પર નજર રાખતી વેબસાઈટ sacnilk.com અનુસાર, તેણે ૯માં દિવસે થિયેટરમાંથી ૨.૨૦ કરોડની કમાણી કરી છે. જ્‍યારે ૮માં દિવસે આ કમાણી ૨.૯૦ કરોડ હતી. આ સાથે જ ફિલ્‍મની કુલ કમાણી ૬૪.૦૫ કરોડની નજીક પહોંચી ગઈ છે.

શુક્રવારે ‘રામ સેતુ'ની વિદાય થવા જઈ રહી છે. કેટરિના કૈફ, સિદ્ધાંત અને ઈશાનની ફોન ભૂત સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સિવાય જ્‍હાન્‍વી કપૂરની મિલી અને હુમા કુરેશી-સોનાક્ષી સિન્‍હાની ડબલ એક્‍સેલ પણ બોક્‍સ ઓફિસ પર એકસાથે ટકરાશે. આવી સ્‍થિતિમાં ૧૦ દિવસ જૂના રામ સેતુનું શું થશે તે તો ભગવાન જ જાણે છે. તમને જણાવી દઈએ કે રામ સેતુ ૨૫ ઓક્‍ટોબરે ૩ હજાર સ્‍ક્રીન્‍સ પર રિલીઝ થઈ હતી.

(10:22 am IST)