Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનના શૂટિંગનો મુંબઈમાં પ્રારંભ

મુંબઇ:  છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા કમ ફિલ્મ સર્જક સૈફ અલી ખાને નેટફ્લીક્સની સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનના શૂટિંગનો પ્રારંભ કર્યો હોવાની માહતી મળી હતી.અગાઉ નિર્માતા વિકાસ બહલ અને રાઇટર વરુણ ગ્રોવર પર જાતીય દુરાચારના આક્ષેપો થયા હોવાથી સેક્રેડ ગેમ્સ ટુની વાત થોડો સમય અટકી પડી હતી પરંતુ હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું કહેવાય છે. જાતીય  દુરાચારના આક્ષેપો કોર્ટમાં પુરવાર કરવા સહેલા હોતા નથી એટલે અત્યારે તો માત્ર મિડિયામાં હો હા થઇ છે. સંબંધિત અભિનેત્રીઓએ પોલીસ ફરિયાદ કરી છે પરંતુ પુરાવા રજૂ કરવાનુ બહુ મુશ્કેલ છે.મુંબઇની ઝેવિયર ઇન્સ્ટીટયુટ ઑફ કોમ્યુનિકેશનમાં પોલીસ હેડ ક્વાર્ટર જેવો સેટ લગાડીને સેક્રેડ ગેમ્સ ટુનું શૂટિંગ શરૃ કરવામાં આવ્યું હતું.મુંબઇ પોલીસના એક શીખ અધિકારી પરમવીર સિંઘના વ્યક્તિત્વ પર આધારિત પાત્ર ઇન્સ્પેક્ટર સરતાજ સિંઘ સૈફ અલી ખાને પહેલી સીઝનમાં ભજવ્યું હતું. બીજી સીઝનમાં પણ સૈફ અલી ખાન એજ પાત્રને ન્યાય આપી રહ્યેા છે એમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. શૂટિંગનો આરંભ મુંબઇમાં શુક્રવારે થયો હતો.પહેલી સીઝનમાં સરતાજ સિંઘની એક આંગળી કાપી નાખવામાં આવેલી એટલે બીજી સીઝનમાં એના હાથની આંગળી પર બેન્ડેજ જોવા મળ્યો હતો. પહેલી સીઝનનું ડાયરેક્શન વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપે કર્યું હતું. બીજી સીઝનમાં મોટવાનીના સ્થાને મસાન ફેમ ડાયરેક્ટર નીરજ ઘૈવાન જોડાયા હતા

(5:14 pm IST)