Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પારિવારિક ફિલ્મ કરવા માંગે છે બોલીવુડના બેડ બોય શક્તિ કપૂર

મુંબઈ: બોલીવુડના જાતિના ખલનાયક તથા બેડ બોય તરીકે જાણીતા અભિનેતા શક્તિ કપૂરને હવે પારિવારિક ફિલ્મોમાં  કામ કરવાની ઈચ્છા છે. શક્તિ કપૂરે બોલીવુડમાં અંદાજે ત્રણ દાયકા સુધી કામ કર્યું છે. શક્તિ કપૂરને ખલનાયક તરીકે વધુ જોવા મળ્યો છે તેની ઇમેજ બેડ બોય તરીકેની છે. શક્તિ કપૂરે કહ્યું કે  તેને હવે પારિવારિક ફિલ્મો કરવામાં મજા આવે છે. વધુમાં કહ્યું કે મને રાજશ્રી ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' માં  કામ કરવાની ખુબ મજા આવી હતી. કેમ કે ફિલ્મમાં તેની સારી ઇમેજ હતી.

(5:11 pm IST)