Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાજકુમાર પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું: મોૈની

એકતા કપૂરના ટીવી શો કયોં કી સાસ ભી કભી બહૂ થી દ્વારા અભિનય કારકિર્દી શરૂ કરનારી મોૈની રોયએ તાજેતરમાં પોતાનો ચોત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. મોૈનીએ અનેક મોટી સિરીયલોમાં કામ કર્યુ છે. હવે તે બોલીવૂડમાં પહોંચી ચુકી છે. તેની નવી ફિલ્મ મેડ ઇન ચાઇના આવી રહી છે. જેમાં તે રાજકુમાર રાવા સાથે છે. મોૈનીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરતી વખતે મેં રાજકુમાર પાસેથી અનેક પાઠ શીખ્યા છે. તેની મદદ મને ખુબ ઉપયોગી થઇ છે. આ ફિલ્મના મારા પાત્ર માટે મેં રાજકુમાર પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું હતું. તેણે સતત મારી મદદ કરી હતી. તેની સાથેના મારા દ્રશ્યો વિશે તો ઠીક બીજા દ્રશ્યોમાં પણ મારી મદદ કરી હતી. તેની અનેક વાતો મારા માટે મુલ્યવાન રહી છે. મિખીલ મુશાલે દ્વારા નિર્દેશીત આ ફિલ્મ મધ્યમવર્ગીય નિષ્ફળ વેપારીની કહાની છે. જેમાં તેને પત્નિનો ભરપુર સાથ મળે છે. રાજકુમાર અને મોૈની પતિ-પત્નિના રોલમાં છે. પરેશ રાવલ, બોમન ઇરાની, અમાયરા દસ્તુર, સુમિત વ્યાસ પણ છે. દિવાળીમાં આ ફિલ્મ આવશે. (૧૪.૨૧)

 

(9:35 am IST)