Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ખુંખાર વિલન સાથે લડતી જોવા મળશે રાની મુખર્જી

રાની મુખર્જીની થ્રિલર ફિલ્મ મર્દાની-૨ આગામી તેરમી ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં રાની નિર્ભીક અને પ્રમાણિક પોલીસ ઓફિસર શિવાની શિવા રોયનો રોલ નિભાવી રહી છે. આગલી ફિલ્મ મર્દાનીમાં તે બાળકો અને બાળકીઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરતી જોવા મળીહતી. મર્દાની-૨માં પણ અપરાધીઓ સામે જબરદસ્ત લડાઇ લડતી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ગોપી પુથરને કર્યુ છે. શિવાનીના રૂપમાં રાની આ વખતે ૨૧ વષિય ખલનાયક સાથે લડશે. આ વિલન ખુબ જ ખતરનાક છે જે હમેંશા મહિલાઓને જ ટારગેટ બનાવે છે. રાની કહે છે  દેવી દૂર્ગા મહિસાસુરનો વધ કરે છે એવી જ રીતે ફિલ્મમાં એક ખરાબ વ્યકિત સાથે મારે લડવાનું છે. ગોપીના નિર્દેશનમાં આ પહેલી ફિલ્મ છે. તેણે અગાઉ મર્દાનીનું લેખન કર્યુ હતું. મર્દાની-૨માં તે નિર્દેશક બન્યા છે. શુટીંગ રાજસ્થાનના જયપુર અને કોટામાં થયું છે. રાનીની ફિલ્મ હિચકીએ અઢીસો કરોડની કમાણી કરી હતી.

(9:34 am IST)