Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વરુણ ધવન ફિલ્મ 'ભારત'માં કરશે કેમિયો

મુંબઈ: અભિનેતા સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતમાં વરુણ ધવન કેમિયો રોલમાં જોવા મળવાનો છે. વરુણ ફિલ્મમાં એકદમ ટચૂકડા રોલમાં જોવા મળશે. ફિલ્મનું બીજું શિડયૂલ અબુધાબીમાં શરૂ થવાનું છે તે સમયે વરુણ ધવન પોતાનાં ભાગના રોલ માટે જવાનો છે. અલી અબ્બાસ ઝફરની સલમાન અને કેટરીના સાથે ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ બાદ બીજી ફિલ્મ છે. માલ્ટામાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થઇ ગયુ છે. ફિલ્મ ભારત વર્ષ ૨૦૧૪માં આવેલી કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરની સત્તાવાર હિન્દી રિમેક છે. ફિલ્મ ભારતમાં પહેલી વાર સલમાન ખાન પાંચ વિવિધ અવતારમાં દર્શકોને જોવા મળવાનો છે.

(3:34 pm IST)