Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સાનંદ વર્માને ફિલ્મમાં મળ્યો કલાર્કનો રોલ

ટીવી શો ભાબીજી ઘર પર હૈ નામના શોમાં અનોખેલાલ સકશેનાના પાત્રથી જાણીતો બનેલો અભિનેતા સાનંદ વર્મા હવે ફિલ્મ પટાખામાં પણ જોરદાર રોલમાં દેખાયો છે. તેણે ઠરકી પટેલ નામના પાત્રમાં ખુબ જમાવટ કરી છે. ફિલ્મમાં તેનું પાત્ર ગામડાના સોૈથી વધુ પૈસાદાર વ્યકિતનું છે. જે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે લગ્ન કરવા ઇચ્છતો હોય છે અને એ માટે કન્યા શોધતો હોય છે. જો કે તેને કોઇ કન્યા લગ્ન માટે મળતી નથી. હવે સાનંદને વધુ એક પાત્ર મળ્યું છે.  જેમાં તે કલાર્ક બનશે. આ ફિલ્મમાં મુખ્ય રોલ સુશાંતસિંહ રાજપૂતનો છે. જેનું નિર્દેશન નિતેશ તિવારી કરશે. સાનંદ એક બોયઝ હોસ્ટેલના કલાર્કના રોલમાં જોવા મળશે. તેણે કહ્યું હતું કે આ પાત્રના શુટીંગ માટે મને વધુ દિવસ નથી મળ્યા પણ નિતેશ સાથે કામ મળતાં ખુશ છું.

(9:33 am IST)