Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ભુજમાં 'કાકુડા'નું શૂટિંગ પૂરૃં કર્યું સોનાક્ષી સિંહાએ

ફિલ્મમાં દેખાડવામાં આવશે કે એક ગામને વિચિત્ર શ્રાપ મળ્યો હોય છે અને કેવી રીતે ૩ જણ એ ભૂતનો સામનો કરે છે : આ ફિલ્મ ડરની સાથે લોકોને હસાવશે પણ

મુંબઇ,તા. ૩: સોનાક્ષી સિંહાએ ભુજમાં તેની હોરર-કોમેડી 'કાકુડા'નું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. ૨૦૨૨માં આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. રોની સ્ક્રૂવાલાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. મરાઠી ફિલ્મ 'કલાસમેટ્સ', 'મૌલી'અને 'ફાસ્ટર ફેની'ના ડિરેકટર આદિત્ય સરપોતદાર આ ફિલ્મને ડિરેકટ કરશે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે એક ગામને વિચિત્ર શ્રાપ મળ્યો હોય છે અને કેવી રીતે ૩ જણ એ ભૂતનો સામનો કરે છે. આ ફિલ્મ ડરની સાથે લોકોને હસાવશે પણ. ફિલ્મનું શેડ્યુલ પૂરું થતાં રેપ-અપ પાર્ટીનો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શેર કરીને કેપ્શન આપી હતી કે ભુજમાં 'કાકુડા'નું શેડ્યુલ પૂરું થયું છે.

(10:19 am IST)