Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ : ૦૦૭ બોલશે ગુજરાતી

ગુજરાતીમાં પણ રિલીઝ થશે જેમ્સ બોન્ડ સિરીઝની નવી ફિલ્મ ‘No Time to Die’ : ફિલ્મ ‘No Time To Die’માં મુખ્ય રોલમાં ડેનિયલ ક્રેગ સહિત રામી મલિક, ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ જેવા જાણીતા હોલિવૂડ એકટર જોવા મળશે

મુંબઇ,તા. ૩: હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ એવી જેમ્સ બોન્ડ શ્રેણીની ૨૫મી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ ડેટ આવી ગઈ છે. તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે ભારતમાં જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫મી ફિલ્મ  'નો ટાઈમ ટુ ડાઈ' રિલીઝ થશે. જેમાં ંં૭ના રોલમાં એકટર ડેનિયલ ક્રેગ જોવા મળશે. બુધવારના દિવસે યુનિવર્સલ સ્ટુડિયોએ જેમ્સ બોન્ડની નવી ફિલ્મ  'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.

 'નો ટાઈમ ટુ ડાઈ' ફિલ્મ ગુજરાતી ભાષામાં પણ રિલીઝ થવાની છે. ગુજરાતી સહિત અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, ભોજપુરી અને બંગાળી ભાષામાં શ્નદ્ગટ ટાઈમ ટુ ડાઈ' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. લગભગ ૬ વર્ષના સમયગાળા બાદ જેમ્સ બોન્ડ શ્રેણીની નવી ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે. અગાઉ ૨૦૧૫ાં જેમ્સ બોન્ડની 'સ્પેકટર' ફિલ્મ રિલીઝ થઈ હતી.

જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫જ્રાક ફિલ્મ  'નો ટાઈમ ટુ ડાઈ' ગુજરાતી ડબ્બ વર્ઝનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સૌપ્રથમ નવેમ્બર ૨૦૧૯માં રિલીઝ થવાની હતી પરંતુ, બાદમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં અને પછી એપ્રિલ ૨૦૨૦માં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ત્યારે પણ રિલીઝ થઈ શકી નહીં ત્યારે હવે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ‘No Time To Die’ રિલીઝ કરવાનું નક્કી કરાયું છે.

ફિલ્મ ‘No Time To Die’માં મુખ્ય રોલમાં ડેનિયલ ક્રેગ સહિત રામી મલિક, ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ જેવા જાણીતા હોલિવૂડ એકટર જોવા મળશે. Cary Joji Fukunaga દ્વારા ડિરેકટેડ આ ફિલ્મનું મ્યુઝિક પ્રખ્યાત સંગીતકાર હાંસ ઝિમ્મર એ આપ્યું છે. ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાશે અને પછી યુકેમાં ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થશે જયારે ૮ ઓકટોબરે અમેરિકામાં રિલીઝ થશે.

અહીં નોંધનીય છે કે ઈયાન ફ્લેમિંગ નામના બ્રિટિશ લેખકે જેમ્સ બોન્ડ નામની જાસૂસી કથા સિરીઝ લખી હતી કે જેના પરથી આ ફિલ્મ સિરીઝ બનાવવામાં આવી રહી છે. જેની સૌપ્રથમ ફિલ્મ 'ડો. નો' વર્ષ ૧૯૬૨માં રિલીઝ થઈ હતી. જેમ્સ બોન્ડના પાત્રમાં પ્રખ્યાત થયેલા એકટર્સમાં સીન કોનેરી, રોજર મૂર, પીયર્સ બ્રોસનન અને અત્યારના ડેનિયલ ક્રેગનો સમાવેશ થાય છે.

(10:18 am IST)