Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આ ફિલ્મ માટે પ્રનૂતને તરત હા કહી દીધી હતી

બોલીવૂડમાં નોટબૂક ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર પ્રનૂતન બહેલ હવે પછી ફિલ્મ હેલ્મેટમાં જોવા મળવાની છે. તેણે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ, નિર્દેશક અને કલાકારો સારા હોવાથી મેં આ ફિલ્મમાં કામ કરવાની તુરત જ હા પાડી દીધી હતી. આ ફિલ્મને હું દસમાંથી દસ માર્ક આપી શકુ છું. આજથી આ ફિલ્મ ઝીફાઇવ પર રિલીઝ થઇ ચુકી છે. લોકસંખ્યાને કાબૂમાં રાખવાનો સંદેશ રમૂજી અંદાજમાં આપતાં આ ફિલ્મમાં પ્રનૂતનની સાથે, અપારશકિત ખુરાના, અભિષેક બેનરજી અને આશિષ વર્મા મુખ્ય ભુમિકામાંં છે. આ ફિલ્મને સોની પિકચર્સ અને ડિનો મોરિયાએ પ્રોેડ્યુસ કરી છે. જ્યારે સતરામ રામાણી તેના નિર્દેશક છે. પ્રનૂતને કહ્યું હતું કે એક કલાકાર તરીકે હું કોઇ ફિલ્મ કે પછી સ્ક્રિપ્ટ એટલા માટે નથી પસંદ કરતી કે એમાં કલાકારોની ટીમ અને એક લવ સ્ટોરી છે. પણ એમાંં સ્ક્રિપ્ટ, ડિરેકટર અને મારી ભૂમિકા મહત્ત્વ ધરાવે છે. એ બધામાં 'હેલ્મેટ' સંપુર્ણ છે. આ ફિલ્મે મને હંમેશાં કંઈક અનોખું કરવા અને એક કલાકાર તરીકે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે.

(10:18 am IST)