Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મારી ચોક્કસ પ્રકારની જવાબદારી છેઃ અલી

નવી દિલ્હીના અભિનેતા અલી ફઝલે વર્ષ ૨૦૦૮માં વીજે તરીકે કામ શરૂ કર્યા પછી બીજા જ વર્ષે થ્રી ઇડિયટ્સમાં જોય લોબો નામના વિદ્યાર્થીનો રોલ નિભાવવા મળ્યો હતો. એ પછી તેની કારકિર્દીની ગાડીને ફૂકરેએ વેગ આપી દીધો હતો. બાત બન જાયે, બોબી જાસૂસ, સોનાલી કેબલ, ચીયર્સ, હેપ્પી ભાગ જાયેગી, લવ અફેર, ફૂકરે રિટર્ન્સ, મિલન ટોકિઝ સહિતની ફિલ્મો કરી ચુકેલા અલી ફઝલને વેબ સિરીઝ મિરઝાપુરને કારણે ખુબ મોટો ચાહક વર્ગ પ્રાપ્ત થયો છે. ગોવિંદ ઉર્ફ ગુડ્ડુ પંડિતનું પાત્ર તેને ખુબ ઉંચાઇ પર લઇ ગયું છે. તે કહે છે કે કામની કવોલિટીને કારણે જ કલાકાર અલગ તરી આવે છે. વેબ-સિરીઝ અને ફિલ્મોમાં તેણે કરેલા અભિનયના અસંખ્ય લોકો ચાહક છે. તે કહે છે લગભગ બધા કલાકારો કવોલિટીમાં વિશ્વાસ રાખતા હોય છે. પણ સાથે કવોન્ટીટી આવે તો વધુ સારુ ગણાય છે. જો કે હું હવે એવા સ્થાને છું જ્યાં ચોક્કસ પ્રકારની જવાબદારી આવે છે. એક સમયે હું માત્ર કવોન્ટિટી પર ધ્યાન આપતો હતો. એને કારણે જ મેં કેટલાક ખોટા નિર્ણયો લીધા હતાં.

(10:17 am IST)