Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

એ પાત્ર મારા માટે પડકાર હતોઃ દ્રષ્ટી

ટીવી પરદાની સુંદરી દ્રષ્ટી ધામી હવે ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી રહી છે. ધ એમ્પાયર નામની સિરીઝમાં તે ખાનઝદાનનું પાત્ર ભજવી રહી છે. તે કહે છે આ પાત્ર ભજવવાનું મને બહુ અઘરૂ લાગ્યું હતું. ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ સિરીઝનું નિર્દેશન મિતાક્ષરા કુમારે કર્યુ છે.  જેમાંં કુણાલ કપૂર, ડિનો મોરિયા, શબાના આઝમી, આદિત્ય સીલ અને સહેર બમ્બા મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. બાબરની ભૂમિકામાં કુણાલ કપૂર અને તેની બહેન ખાનઝદાના રોલમાં દ્રષ્ટીએ કામ કર્યુ છે. દૃષ્ટિએ કહ્યું હતું કે 'મારા માટે આ બ્રિલયિન્ટ ટીમની સાથે કામ કરવાથી માંડીને ટ્રેલર સુધીના દર્શકોના રીએકશનનો અનુભવ ખુશનુમા રહ્યો છે. 'ધ એમ્પાયર'ના સેટ પર દરરોજનો અનુભવ અદ્દભુત હતો. પોતાના શકિતશાળી પાત્ર વિશે દ્રષ્ટીએ કહ્યું કે ખાનઝદા બેગમનું પાત્ર ભજવવું એ મારા માટે પડકાર હોવાની સાથે સશકત પણ હતું. તેની આંખોના માધ્યમથી તમને તેની રણનીતિ અને યોજનાઓ જોવા મળશે.

(10:17 am IST)