Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રોમાંચક પ્રોજેકટની શોધમાં છે કરીના

કરીના કપૂર બોલીવૂડની એવી અભિનેત્રી છે જેની દરેક બાબતો પર ચાહકો ધ્યાન આપતા હોય છે. લગ્ન પછી તાજેતરમાં બીજા દિકરાની મા બનેલી કરીનાને લોકોએ તેના દિકરાના નામને કારણે સોશિયલ મિડીયા પર ટ્રોલ પણ કરી હતી. તેના પુસ્તકને કારણે પણ તે ચર્ચામાં આવી હતી. જો કે કરીના મોટે ભાગે નેગેટિવ બાબતો પર ધ્યાન આપતી નથી અને જરૂર પડ્યે ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપી દે છે. કરીના હવે ડિજીટલ માધ્યમમાં કામ કરવા ઉત્સુક બની છે. તેણેકહ્યું હતું કે આ માટે મારે ખુબ સારી સ્ક્રિપ્ટની જરૂર છે. હું એવા પ્રોજેકટ દ્વારા ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરવા ઇચ્છુ છું જે માત્ર મનોરંજન ન હોય પણ તેની બીજી સામગ્રીથી પણ લોકો આશ્ચર્યચકિત થાય. કરીનાએ જણાવ્યું હતું કે હું ડિજિટલ ક્ષેત્રમાં કંઇક કરવા આતુર છું. મને ઓટીટીના અલગ અલગ અનેક પ્રોજેકટની ઓફર્સ મળી રહી છે. પરંતુ હું રોમાંચક કામની રાહમાં છું.  કરીનાની આમીર ખાન સાથેની લાલસિંહ ચઢ્ઢા આ વર્ષે નાતાલ પર રિલીઝ થવાની છે. તે તખ્ત નામની ફિલ્મ પણ કરી રહી છે.

(10:17 am IST)