Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ફરી એક વખત નેધરલેન્ડ્સમાં રિલીઝ થશે રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30'

મુંબઈ: કોરોના પછી, ઘણા દેશોએ થિયેટરો ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે બોલિવૂડ અભિનેતા રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' નેધરલેન્ડ્સમાં ફરી રજૂ કરવામાં આવી રહી છે. 'સુપર 30' નેધરલેન્ડ્સના થિયેટરોમાં આવતા મહિનામાં રજૂ થશે. ફિલ્મની પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેનમેન્ટે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી હતી.રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' ગત વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ્સમાંથી એક છે. ફિલ્મે માત્ર દર્શકોનું દિલ નહીં જીત્યું, પણ હોલિવૂડનું દિલ પણ જીત્યું છે. રિલાયન્સ એંટરટેંમેન્ટે ટ્વિટર પર લખ્યું - 'નેધરલેન્ડ ફરી એક વખત આવકારે છે! 'સુપર 30' ફરીથી 6 ઓગસ્ટથી રિલીઝ થશે.

(5:12 pm IST)