Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં જુના કલાકરો કરશે કેમિયો

મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં મૂળ ફિલ્મના ત્રણે કલાકારો એકાદો કેમિયો કરશે એવી જાણકારી મળી હતી. ૨૦૧૨માં આવેલી સ્ટુડન્ટ ઑફ ધી યર દ્વારા કરણે ત્રણ નવા કલાકારો આપ્યા હતા- આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. ફિલ્મની સિક્વલ હાલ બની રહી છે એમાં કરણે બાગી ટુના હીરો ટાઇગર શ્રોફને સાઇન કર્યો હતો. પરંતુ પાછળથી એને એમ લાગ્યું હતું કે મૂળ ફિલ્મની કલાકાર ત્રિપુટીને પણ આમાં એકાદ નાનકડા સિક્વન્સમાં ચમકાવવી જોઇએ. હવે મળતી માહિતી મુજબ ત્રણે કલાકારો એક ડાન્સમાં સાથે દેખાશે. કરણે ત્રણેનો સમય મેળવી લીધો હતો કારણ કે ત્રણમાંના બે વરુણ ધવન અને આલિયા અત્યારે ટોચના કલાકારો છે અને એમની તારીખો પહેલેથી મેળવી લેવી પડે. ત્રણે કલાકારો હવે સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં ડાન્સના સીનમાં દેખાશે.

(4:21 pm IST)