Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ટીવીની અભિનેત્રી હિનાખાને પેરિસમાં રાખ્યો અલવિદા જુમાનો રોઝો:ટીમ સદસ્યએ ભેટમાં ચેરી ટોમેટો આપ્યા.

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન દર વર્ષે રમજાનના મહીના રોજા કરે છે. પરંતુ હાલ હિના ખાન પેરિસમા તેની ફિલ્મના શુટિંગમા ઘણી વ્યસ્ત છે. કામથી સમય નીકળીને હિના ખાન અલવિદાના દિવસે રોજો રાખ્યો.હતો અલવિદા રમજાનના મહીનાને અલવિદા ઝુમા (શુક્રવાર) ને કહેવાય છે. જેનો અર્થ રમજાનના મહિનાની વિદાય થાય છે. આ વખતે અલવિદા 31 મેં ના દિવસે હતો.

હિનાએ ઈન્સ્ટા સ્ટોરીના માધ્યમથી તેના ચાહકો સાથે રોજાનો અનુભવ શેર કર્યો હતો. હિનાએ જણાવ્યું કે તેને અને તેની ટીમને પેરિસમા રહીને અલવિદા જુમાનો રોઝો રાખ્યો છે.

હિના વિડીયોમાં જણાવે છે કે તેને પેરિસમાં 18 કલાકના રોજા રખ્યો છે. એટલો લાંબો રોજા રાખવો તેના માટે ઘણો મુશ્કિલ છે, પરંતુ તેમ છતાં પણ તેને રોજા રાખ્યો છે.

હિનાના રોજા રાખવા પર તેની ટીમની એક સદસ્યએ તેને ગિફ્ટમાં ચેરી ટોમેટો આપ્યા. રોજામાં આ ખાસ ગિફ્ટ મેળવીને હિના ખુબજ ખુશ જોવા મળી હતી.

(2:24 pm IST)