Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

અભિષેક-રાનીની જોડી ફરી ધમાલ મચાવશે

વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ 'બંટી ઓૈર બબલી'એ બોકસ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. તે વખતે આ બંને સગાઇ કરી લેશે તેવી વાતો પણ વહેતી થઇ ગઇ હતી. હવે આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. સિકવલનું નામ 'બંટી ઓૈર બબલી અગેઇન' એવું નામ અપાયું છે. જેમાં અભિષેક અને રાનીની જોડી ફરી ધમાલ મચાવશે. આ અઠવાડીએ જ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે તેવી ચર્ચા છે. આમ તો લાંબા સમયથી સિકવલની ચર્ચા થઇ રહી હતી. પણ હવે નિર્માતાઓએ બધુ ફટાફટ નક્કી કરી લીધું છે. શાદ અલીને આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સોંપાઇ છે. ફિલ્મના શુટીંગ માટે મુંબઇમાં ખાસ સેટ ઉભો કરવામાં આવ્યો છે. રાની અને અભિષેક 'લાગા ચુનરી મેં દાગ' ફિલ્માં પણ સાથે હતાં. રાનીની મર્દાની-૨નું શુટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અભિષેક સંજય લીલા ભણશાલીની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.

(12:02 pm IST)