Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

બાગી-૩માં અમે વધુ કંઇક નવું લાવીશું: ટાઇગર શ્રોફ

સુપરહિટ ફિલ્મ બાગી ફિલ્મી ચાહકોમાં નામના મેળવવામાં સફળ રહી છે. બાગી-૨ પછી હવે ટાઇગર શ્રોફ બાગી-૩માં જોવા મળશે. ટાઇગર આ ફ્રેન્ચાઇઝી થકી એક સ્ટાર તરીકે સામે આવ્યો છે. ટાઇગર એવો યુવા અભિનેતા છે જેણે ઝડપથી એક ફ્રેન્ચાઇઝી પોતાના નામે કરી લીધી છે. ટાઇગરે બાગી-૩ વિશે કહ્યું હતું કે બાગી સિરીઝ મારા માટે ઘર જેવી બની ગઇ છે. જો કે દરેક વખતે વધુને વધુ સારી ફિલ્મ આપવાનું દબાણ સતત મારા પર રહે છે. વળી હું ઇન્ડસ્ટ્રીમાં હજુ નવો હોવાથી મારે વધુ ધ્યાન આપવું પડે છે. દર્શકોએ મારું કામ સ્વીકાર્યુ છે એ માટે હું તેમનો આભારી છે. અમે હવે બાગી સિરીઝની ત્રીજી ફિલ્મ માટે વધુ કંઇક નવું લાવશું. ટાઇગરે અદ્દભુત ડાન્સ અને એકશન તેમજ અભિનય થકી સોૈને પોતાના ચાહક બનાવી લીધા છે. રિતીક રોશન સાથેની એક ફિલ્મ ઉપરાંત રેમ્બોની હિન્દી રિમેકમાં પણ ટાઇગર  શ્રોફ જોવા મળશે.

(12:02 pm IST)