Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

‘હું મારા સુપરહીરો શૂટના જૅકેટની ઑનલાઇન હરાજી કરી રહ્યો છું: ઋત્વિક રોશન

મુંબઈ: હૃતિકના ચાહકો પહેલી જૂન સુધી આ શૂટ માટે બોલી લગાવી શકશે. અક્ષયકુમારે તેના ‘રુસ્તમ’ના યુનિફૉર્મને હરાજી માટે મૂક્યો છે, જે ૨૬ મે સુધી ચાલશે. અક્ષય અને હૃતિક એક જ બિલ્ડિંગમાં રહે છે અને તેઓ બન્ને ખૂબ જ સારા મિત્રો પણ છે. એથી અક્ષયના કહેવાથી હૃતિક પણ આ કરી રહ્યો હોય તો નવાઈ નહીં. અક્ષય અને હૃતિક બાદ હવે અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને રણબીર કપૂર પણ ઍનિમલ વેલ્ફેર માટે તેમનાં કપડાંની હરાજી કરશે. હૃતિકે તેના શૂટનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘હું મારા સુપરહીરો શૂટના જૅકેટની ઑનલાઇન હરાજી કરી રહ્યો છું. આ જૅકેટ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે અને ઍનિમલ વેલ્ફેર માટે એને ડોનેટ કરવાની મને ખૂબ જ ખુશી છે. આ માટે તમે www.saltscout.com પર બોલી લગાવી શકો છો. તમારા સપોર્ટ માટે આભાર.’

(4:41 pm IST)