Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

જૈકી ચાન સાથે ફરી કામ કરશે સોનુ સૂદ

 બોલીવૂડ અભિનેતા વધુ એક વખત જૈકી ચાન સાથે ફિલ્મ કરી શકે છે. સોનૂએ વર્ષ ૨૦૧૭માં જૈકી સાથે કુંગ ફૂ યોગામાં સુપરસ્ટાર જૈકી સાથે કામ કર્યુ હતું. ફિલ્મમાં આ બંને કલાકારની કોમેડી ટાઇમીંગ અને એકશનને પસંદ કર્યા હતાં. સોનૂ સૂદ ફરીથી દુબઇમાં આ ફિલ્મના નિર્દેશક સ્ટેનલી ટોંગ અને જૈકી ચાનને મળ્યો હતો. જૈકી અને સોનુની જોડી કુંગ ફૂ યોગા-૨માં કામ કરશે. હાલમાં સ્ટેન્લી અને જૈકી ફિલ્મ વૈનગાર્ડના કામમાં વ્યસ્ત છે. સોનુના કહેવા મુજબ તેને જૈકીએ ડિનર માટે બોલાવ્યો હતો. જ્યાં કુંગ ફૂ યોગાની ટીમ હતી. અમે આગલા પાર્ટ પર વાતચીત કરી છે. સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે. સોનુ છેલ્લે સિમ્બામાં નેગેટિવ રોલમાં દેખાયો હતો.

(10:03 am IST)