Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ટીવી શો ''પોરસ 'નું અબજોના ખર્ચે નિર્માણ :કલાકારોને લાખોની કમાણી

ટેલીવિઝન પર પ્રસારિત થતા શોમાં પોરસનું બજેટ સૌથી વધારે :કલાકારોની રોજની ફી સાંભળીને આખો થશે પહોળી

 

મુંબઈ :સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન પર પ્રસારિત થતો જાણીતો ટીવી શોપોરસનું નિર્માણમાં અબજોનું બજેટ હોવાનું અહેવાલ છે શોમાં ટીવીના અનેક મોટા સ્ટાર્સ પણ જોડાયેલા છે મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ટેલીવિઝન પર પ્રસારિત થતા શોમાં પોરસનું બજેટ સૌથી વધારે છે. રિપોર્ટ મુજબપોરસ શોનું બજેટ 500 કરોડ રૂપિયા છે. શોના નિર્માતા સિદ્વાર્થ તિવારી છે.

લક્ષ્ય લાલવાની સીરિયલમાં પોરસનો રોલ કરે છે. તેની એક દિવસની ફી 60 હજાર રૂપિયા એટલે કે 30 દિવસના 18 લાખ રૂપિયા ફી મેળવે છે.

રતિ પાંડે રાણી અનુસુઈયાનું પાત્ર નિભાવે છે. જેની એક દિવસની ફી 55 હજાર રૂપિયા એટલે કે 30 દિવસના 16.5 લાખ રૂપયા ફી મેળવે છે.

ટીવી એક્ટ્રેસ સુહાની રાજકુમાર લચ્ચીનું પાત્ર નિભાવે છે. જેને એક દિવસની 50 હજાર રૂપિયા ફી મળે છે. એટલે કે 30 દિવસની 15 લાખ રૂપિયા ફી થઈ.

શોમાં અલેક્સઝેન્ડરની ભૂમિકા નિભાવી રહેલા રોહિત પુરોહિતને એક દીવસના 45 હજાર રૂપિયા મળે છે. 30 દિવસના 13.50 લાખ રૂપિયા મળે છે.

પોરસ શોમાં એલેક્ઝાન્ડરની માતાનું પાત્ર નિભાવી રહેલી સમીક્ષાને એક દિવસના શૂટિંગ માટે 40 હજાર રૂપિયા આપવામાં આવે છે. 30 દિવસના 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કિંગ ઓફ પ્રેસિયાના પાત્રમાં જોવા મળતા પ્રનીતને પ્રતિ એપિસોડ 30 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે.

(12:44 am IST)