Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

હવે આઇપીએલ-11ની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપશે ઋત્વિક રોશન

મુંબઇ: અભિનેતા અને બોલિવૂડનો બેસ્ટ ડાન્સર ગણાતો રિતિક રોશન આઇપીએલની ઓપનિંગ સેરીમનીમાં ડાન્સ પ્રસ્તુત કરશે એવી માહિતી મળી હતી. અગાઉ જે પ્રોજેક્ટ રણવીર સિંઘનો હતો અને રણવીર સિંઘે જતો કર્યો  એ હવે રિતિક રોશનને મળ્યો હતો. રણવીર સિંઘ ભલે આજનો ટોચનો કલાકાર ગણાતો હોય, રિતિક રોશન બોલિવૂડનો બેસ્ટ ડાન્સર ગણાય છે હકીકત છે. આઇપીએલની ઓપનિંગ સેરીમનીમાં રિતિક આવી રહ્યો છે એ સમાચાર મળતાં જ વરુણ ધવને પોતાની ડાન્સ આઇટમનાં રિહર્સલ્સ વધારી દીધાં હોવાની જાણકારી પણ મળી હતી. રણવીરે આ પ્રોજેક્ટ છોડયો એનુંં એક કારણ એ પણ હતું કે રણવીરને પંદર મિનિટની આઇટમના પાંચ કરોડની ઑફર થયેલી એની સામે વરુણને છ કરોડની ઑફર થઇ હતી.  એટલે સ્વાભાવિક રીતેજ રણવીરનો અહં ઘવાયો હતો. બીજી બાજુ રિતિક રોશનને કેટલા મહેનતાણાંની ઑફર મળી છે એ હજુ જાહેર થયું નથી. પરંતુ રિતિકના નામની જાહેરાત માત્રથી વરુણ થોડા ટેન્શનમાં આવી ગયો હતો એવું જાણવા મળ્યું હતું. આવરદાના પાંચમા દાયકામાં હોવા છતાં રિતિકનો કરિશ્મા હજુ પહેલાં જેવોજ છે એ હકીકત છે. સાતમી એપ્રિલથી આઇપીએલ શરૃ થવાની છે. એની ઓપનિંગ સેરીમનીમાં ભાગ લેનારા અન્ય કલાકારોમાં પરિણિતી ચોપરા અને કેટરિના કૈફનો પણ સમાવેશ થયો છે.

 

(5:10 pm IST)