Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

આગામી ફિલ્મમાં રાજકુમારી બનશે દિશા પટાની

મુંબઈ: ફિલ્મ એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી, કુંગ ફુ યોગા અને ત્યારબાદ હાલમાં રીલીઝ થયેલ બાગી-૨માં પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કરનાર અભિનેત્રી દિશા પટાની હવે પોતાના આગામી પ્રોજેક્ટ માટે સજ્જ બની છે. આગામી ફિલ્મમાં દિશા રાજકુમારી સંઘમિત્રાના પાત્રમાં નજરે પડશે. 
આ ફિલ્મ અંગેની જાહેરાત કાંસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અભિનેત્રી શ્રુતિ હસને કરી હતી. શરુઆતમાં આ ફિલ્મની લીડ અભિનેત્રી શ્રુતિ હસન પોતે જ હતી પરંતુ બાદમાં તેણે કોઈક કારણસર ફિલ્મ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે ત્યારબાદ ફિલ્મ મેકર્સોએ ફિલ્મમાં દિશાને લેવાનો નિર્ણય કર્યો. ત્યારે હવે ટૂંક સમયમાં જ આ ફિલ્મનુ શુટિંગ શરુ કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મની વાર્તા થોડી ગણી બાહુબલી જેવી હોઈ શકે છે અને ફિલ્મ બે ભાગમાં રીલીઝ કરવામાં આવશે. 
આ ફિલ્મ મોટા સેટ પર હૈદરાબાદમાં શુટ કરાશે અને જો બધુ યોગ્ય રીતે ચાલશે તો આગામી વર્ષે ફિલ્મનો પ્રથમ ભાગ રીલીઝ પણ કરી દેવામાં આવશે. આઠમી સદી પર આધારીત આ પિરીયડ ડ્રામા માટે દિશા તલવારબાજીની સાથે-સાથે ઘોડેસવારી પણ શીખશે. આ ફિલ્મમાં તમિલ અભિનેતા જયમ રવિ અને આર્યા પણ મહત્વની ભૂમિકામાં હશે.

(5:09 pm IST)