Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરક્ષિત ડ્રાઇવિંગના પ્રોજેક્ટ માટે દિલ્હી ટ્રાફિક પોલીસની મદદ કરશે વરુણ-અનુષ્કા

મુંબઇ: દેશના પાટનગર નવી દિલ્હીમાં વારંવાર થતા અકસ્માતો રોકવાના એક પગલા રૃપે દિલ્હી પોલીસે ટોચના બે અદાકારો વરુણ ધવન અને અનુષ્કા શર્માની મદદ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ બંને કલાકારો સુઇ ધાગા ફિલ્મ સાથે કરી રહ્યાં છે. આ બંનેની મદદથી દિલ્હી પોલીસ, સુરક્ષિત ડ્રાઇવિંગના પ્રોજેક્ટને હાઇલાઇટ કરવા માગે છે. સીટ બેલ્ટ બાંધવો, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફેાનનો ઉપયોગ ટાળવો, શરાબ પીને ડ્રાઇવિંગ ન કરવું  વગેરે બાબતોમાં આ બંને ટોચના કલાકારો પોલીસને મદદ કરશે અને લોકોને ભાવભરી અપીલ કરશે કે સુરક્ષિત ડ્રાઇવિંગ અપનાવો.  તાજેતરમાં આ બંને કલાકારો ચાંદની ચોકમાં સુઇ ધાગા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમની મદદ માગી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું કે અમારી યોજના તો આ બંને સાથે એકાદો ઇવેન્ટ યોજીને સુરક્ષિત ડ્રાઇવિંગનો  વિચાર વહેતો કરવાની હતી પરંતુ આ બંને કલાકારોના ટાઇમટેબલ એટલા ટાઇટ છે કે ઇવેન્ટ યોજવાનો વિચાર અમારે ન છૂટકે પડતો મૂકવો પડયો હતો. ચાંદની ચોક અને શંકર માર્કેટ વિસ્તારમાં અમારે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવો હતો. દિલ્હી પોલીસના ટ્રાફિક વિભાગે એક વિડિયો ક્લીપ દ્વારા આ બંને કલાકારોના સુરક્ષિત ડ્રાઇવિંગ વિશેના વિચારો પોતાના ટ્વીટર હેન્ડલ  પર મૂક્યા હતા.
 

(5:09 pm IST)