Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'સોનચિડીયા'નું શૂટિંગ પૂરું

મુંબઇ:  સુશાંત સિંઘ રાજપૂતને ચંબલના ડાકુ તરીકે રજૂ કરતી અભિષેક ચૌબેની ફિલ્મ સોનચિડિયાંના શૂટિંગનો ઔપચારિક અંત આવ્યો હોવાની જાહેરાત ફિલ્મ સર્જક તરફથી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર હીરોઇન તરીકે ચમકી રહી છે. સુશાંત અને ભૂમિ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં બંને નોન-ગ્લેમરસ પાત્રમાં ચમકી રહ્યાં છે. ભૂમિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક કેકનો ફોટોગ્રાફ મૂકીને લખ્યું હતું કે અમે સોન ચિડિયાંનું શૂટિંગ પૂર્ણ કયુંર્. કામ પૂરું થયું... આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યંુ કે સુશાંત અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ કરી રહ્યો હોવા છતાં એણે એ વાતની કાળજી રાખી હતી કે અમારી સોનચિડિયાંનું  શૂટિંગ સમયસર પૂરું થાય. આ ફિલ્મના કરારમાંથી સારા અલી ખાનને તો પ્રેરણા અરોરાએ મુક્ત કરી દીધી હતી અને સારાને કરણ જોહરે પોતાની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં સાઇન કરી લીધી હતી.

(5:08 pm IST)