Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સોહા અલી ખાન પુત્રી સાથે પહોંચી અમૃતા અરોડાના ઘરે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન પતિ કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા સાથે અમૃતા અરોડાના ઘરે પહોંચી હતી. આ સમયે સોહાએ પુત્રીને લાઇટથી બચાવવા માટે હાથ દવારા મોઢું ઢાંકી દીધું હતું. સોહા અલી ખાને લોન્ગ સ્કર્ટ પહેર્યું હતું અને ક્યૂટ ઇનાયા સેફેદ અને લાલ રંગ વાળા ફ્રોકમાં નજરે પડી હતી. તાજેતરમાં સોહા અને કૃણાલે પુત્રીનો 6 મહિનાનો બર્થડે ઉજવ્યો હતો જેના ફોટો સોહાએ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા.

(5:07 pm IST)