Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ચાર વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે ત્રણેય ખાન

મુંબઈ: બોલીવુડના અભિનેતા ઈરફાન ખાન તાજેતરમાં લંડનમાં પોતાની બીમારીની સારવાર કરાવે છે. ત્યારે આગામી ફિલ્મ 'બ્લેકમેઇલ' રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મના પ્રમોશનમાં ઈરફાન ખાન હાજરી નહીં આપી શકે ત્યારે બોલીવુડના ત્રણેય ખાન દ્વારા ઈરફાન ખાનની ફિલ્મની પ્રોમોશન માટે ભેગા થવાનો નિર્ણય કર્યો છે આ વાતની જાણકારી ફિલ્મના નિર્દેશક અભિનવ  દેવ દ્વારા આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર 'બ્લેકમેલ'ની સ્પેશ્યલ સ્ક્રિનિંગ સલમાન,આમિર અને શાહરુખ ખાન માટે જ આયોજિત કરવામાં આવશે. ત્યાર પછી ત્રણેય અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મને પ્રોમોટ કરશે. તમને જવાની દઈએ કે આ પહેલા ત્રણેય ખાન વર્ષ 2014માં એક સાથે જોવા મળ્યા હતા. ચાર વર્ષ પછી આ ત્રણેય ખાન ફરી એકવાર સાથે નજરે પડવાના છે.

(5:12 pm IST)