Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કૃતિકા કામરા પણ બોલીવૂડમાં: જૈકી ભગનાની હીરો

અનેક ટીવી અભિનેત્રીઓ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. હવે તેમાં કૃતિકા કામરાનું નામ પણ સામેલ થયું છે. મોૈની રોય, દિપીકા કક્કડ, મૃણાલ ઠાકુર પછી હવે કૃતિકા પણ મોટા પરદે જોવા મળવાની છે. અગાઉ એવી ચર્ચાઓ વહેતી થઇ હતી કે કૃતિકા બોલીવૂડના અભિનેતા નિર્માતા જૈકી ભગનાનીને ડેટ કરી રહી છે. જો કે કૃતિકાએ આવી વાતો માત્ર અફવા હોવાનું કહ્યું હતું. કૃતિકા તેલુગૂ ફિલ્મ પેલ્લી ચોપુલુની હિન્દી રિમેકમાં જોવા મળવાની છે. તેની સાથે આ ફિલ્મમાં જૈકી ભગનાની મુખ્ય ભૂમિકામાં છે. કૃતિકાના બર્થ ડે પર જૈકીએ તેને સરપ્રાઇઝ આપી હતી. ત્યારથી બંનેના અફેરની ચર્ચાઓ વહેતી થઇ હતી.  કૃતિકાએ કહ્યું હતું કે હું અને જૈકી માત્ર સહકલાકારો છીએ. અગાઉ કૃતિકા એકતાની ફિલ્મ બદતમિજ દિલ થકી બોલીવૂડમાં આવવાની હતી. પણ જો કે પછી વાત આગળ વધી નહોતી.

(9:58 am IST)