Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નમસ્તે ઇંગ્લેન્ડમાં અર્જુન બન્યો છે ભણેલો- ગણેલો ખેડૂત

અર્જુન કપૂર હાલમાં 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના શુટીંગમાં વ્યસ્ત છે. શ્રીદેવીના નિધન પછી તે પરિવાર સાથે હતો. હવે ફરીથી શુટીંગમાં જોડાઇ ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપડા છે. ખુબ જ ટાઇટ શેડ્યુલમાં આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. નમસ્તે લંડનની આ સિકવલ છે. અગાઉ અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી હતી. ફિલ્મ સુપરહિટ નિવડી હતી. સિકવલમાં અર્જુનનો રોલ ભણેલા ગણેલા ખેડૂત યુવાનનો છે.

તેણે એગ્રીકલ્ચરનો કોર્ષ કરેલો છે. ફિલ્મમાં અર્જુનના પાત્રનું નામ પરમ છે અને પરિણીતી જસમીત બની છે. કોમેડીયન તરીકે મલ્લિકા દુઆ છે. આ પહેલા તેણી હિન્દી મિડીયમ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. તે પરિણીતીની બહેનપણી હરપ્રિતનો રોલ નિભાવી રહી છે. પટિયાલામાં શુટીંગ ચાલી રહ્યું છે. લંડન, પેરિસ, બ્રુસેલ્સ, અમૃતસર, લુધીયાણા અને ઢાકામાં પણ શુટીંગ થશે.

(9:57 am IST)