Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પોલીસ અધિકારીના રોલમાં દેખાશેદિલનાઝ ઇરાની

જોધા અકબર, અલીગઢ જેવી ફિલ્મોમાં દેખાઇ ચુકેલી અભિનેત્રી દિલનાઝ ઇરાની વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'ટ્વિસ્ટેડ-૨'માં એક પોલીસ ઓફિસર બની છે. તે અચિંત કોૈરની જગ્યાએ અરૂણિમાના રોલમાં દેખાશે. આ સિરીઝનું એક ગીત પણ રિલીઝ થઇ ગયું છે. દિલનાઝે કહ્યું હતું કે આ વેબ સિરીઝ રાહુલ, નિયા અને અરૂણિમા વચ્ચેના ત્રિકોણીય અપરાધ પર આધારીત છે. મારો રોલ સીબીઆઇ અધિકારીનો છે. જે ખુબ જ મજબૂત અને શાંત મહિલા છે. કામ પ્રત્યે તેનો દ્રષ્ટિકોણ વ્યવહારિક છે. ઉપરાંત તેની પાસે માનવીય પક્ષ પણ છે. મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એન્જિનીયરીંગની છાત્રા રહી ચુકેલી આ અભિનેત્રીએ નાટકથી અભિનયની શરૂઆત કરી હતી. અનુપમ સંતોષ સરોજ દ્વારા નિર્દેશીત આ સિરીઝ ૨૫ એપ્રિલના ઓટીટી પ્લેટફોમ પર પ્રસારિત થશે.

(9:56 am IST)