Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રજનીકાંત અને નાના પાટેકર સાથે કામ કરવાની વાતને લઈને હુમા કુરેશીએ કહ્યું કંઈક આવું

મુંબઈ: અભિનેત્રી હુમા કુરેશીનું કહેવું છે કે સુપરસ્ટાર રજનીકાંતની સાથે કામ કરવાની વાતને લઈને તે ખુબજ ખુશ છે ફિલ્મ 'કાલા'ના નિર્માતાએ ગુરુવારના રોજ આનું ટ્રેલર તમિલ,હિન્દી,અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવ્યું છે.રજનીકાંત અને નાના પાટેકર સાથે કામ કરવાની વાતને લઈને હુમાએ કહ્યું  કે મેં પ્રથમ વાર રજની અને નાના સર સાથે કામ કર્યું છે અને મારો અનુભવ ખુબજ સુંદર રહ્યો છે.રજનીસર ફિલ્મ ઉદ્યોગના ખુબજ મોટા સુપરસ્ટાર છે અને તેની સાથે પડદો શેર કરવાની વાતને લઈને હું મારી જાતને ખુબજ નસીબદાર માનું છું.

(6:58 pm IST)