Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

શ્રીદેવીની વિદાયના માહોલમાં પણ બોલીવુડમાં યોજાઇ હોલી પાર્ટીઓ

ર૪ ફેબ્રુઆરીએ દુબઇમાં આકસ્મિક મૃત્યુ પામેલી પ૪ વર્ષની એકટ્રેસ શ્રીદેવીના નિધનને પગલલે બોલીવુડમાં શોક છવાયો છે ત્યારે ઘણા કલાકારોએ હોળી નિમિતે યોજાતી પાર્ટીઓ રદ કરી હતી. એમ છતાં ઘણા સ્થળે શ્રીદેવીના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ પણ હોલી પાર્ટીઓ યોજાઇ હતી

કોણે પાર્ટી કેન્સલ કરી?: શબાના આઝમી અને જાવેદ અખ્તરે હોલી પાર્ટી કેન્સલ કરી હતી. ગઇ કાલે શુક્રવારે તેમના ઘરે પાર્ટી યોજવામાં આવી હતી.

કંગના રનોેટે પણ શ્રીદેવીના માનમાં હોળીની ઉજવણી કેન્સલ કરી હતી અને ર૩ માર્ચે આવી રહેલા જ ન્મદિવસને પણ મનાવવાનું કેન્સલ કર્યું હતું.

હોલી સેલિબ્રેશનમાં હેમા માલિનીના ચહેરા પર ગ્લાનિ: સંસદસભ્ય અને પીઢ એકટ્રેસ હેમા માલિનીની દીકરી એશા દેઓલના પતિ ભરત તખ્તાણીએ પણ બાંદરામાં હોલી પાર્ટી રાખી હતી જેમાં હેમા માલિનીએ પણ હાજરી આપી હતી. જોકે હેમા માલિની જયારે ઘર પાછી ફરી રહી હતી ત્યારે તેના ચહેરા પર ખુશાલીને બદલે ગ્લાનિ દેખાતી હતી.

રણવીર સિંહની પહેલી  હોલી પાર્ટી: એકટર રણવીર સિંહ પણ હોલી પાર્ટી યોજવાનો નહોતો, પણ ગઇ કાલે તેણે જણાવ્યું હતું કે સાંજે છ વાગ્યે હોલી પાર્ટી યોજાશે. તેણે જણાવ્યું હતું કે સાંજે છ વાગ્યે હોલી પાર્ટી યોજાશે. તેણે પહેલી જ વાર હોલી પાર્ટી મનાવી હતી અને તેની પાર્ટીમાં અમેરિકન રેપર ફેરેલ વિલિયમ્સ હાજર હતો.

ગોરેગામમાં ટીવી-ચેનલની હોલી પાર્ટી ગોરેગામમાં એક ટીવી ચેનલ દ્વારા પણ હોલી પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બોલીવુડના ઘણા સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીની મોજ માણી હતી. ઉર્વશી રાઉતેલા, હુમા કુરેશી અને તેનો ભાઇ સાકિબ સલીમ અને રાખી સાવંતે આ પાર્ટીમાં ધુમ મચાવી હતી.

અંધેરીની સેલિબ્રેશન કલબમાં ટીવી-પ્રોડયુસર એકતા કપૂરે ગઇકાલે હોલી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ટીવી જગતની મશહૂર હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એકતા કપૂર રેડ એન્ડ બ્લેક સલવાર-સૂટમાં પાર્ટીમાં આવી હતી. 'બિગ બોસ'નાં લવબડ્ર્સ પુનીશ શર્મા અને બંદગી કાલરા, નવી નાગિન સુરભિ જયોતિ, કયુટ કપલ જય ભાનુશાલી અને માહી વિજે આ પાર્ટીમાં જોરદાર ધમાલ કરી હતી.

(4:02 pm IST)