Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જોઇ લો કંગના રનોટનો કલાસિકલ ડાન્સરનો લુક

મુંબઇ  :  કંગના રનોટનો 'થલાઇવી'નો કલાસિકલ ડાન્સનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તામીલ અને તેલુંગુમાં આ વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મને સાઉથનો વિજય ડિરેકટ કરી રહયો છે. તો ફિલ્મને વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેશસિંહ પ્રોડયુસ કરી રહ્યા છે. ફિલ્મમાં પોતાના પાત્રમાં પ્રાણ પુરવા માટે કંગના અથાગ મહેનત કરી રહી છે. ફિલ્મના સેટ પરના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

(12:52 pm IST)