Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

૪ લગ્ન કરીને ન ફાવી તો પાંચમી વખત ફેરા ફર્યા, છતાંય ૧૨ દિવસમાં જ ફરીથી બધુ વેર-વિખેર

ન્યુયોર્ક, તા.૩: પામેલા એન્ડરસન નામ સાથે જ તેના કાંડ લોકોને યાદ આવી જાય છે. ફરીથી એક કાંડ કરીને હોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ પામેલા એન્ડરસન ચર્ચામાં આવી છે. માત્ર ૧૨ દિવસ પહેલાં જ સામાચાર આવ્યા હતા કે, પામેલાએ પાંચમી વખત લગ્ન કરી લીધા છે. અને હવે સમાચાર આવ્યા કે, તેણે જોન પીટર્સ સાથે અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. પામેલાએ ૧૨ દિવસ બાદ જોનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતે સત્તાવાર આ વાતની જાણકારી આપી છે.

પામેલાએ જણાવ્યું હતું કે, મને અને જહોનને મળેલા આવકાર અને શુભેચ્છાઓ માટે હું સૌનો આભાર માનું છું. આશા રાખું છું કે, તમે અમારા આ નિર્ણયને પણ સ્વીકારો અને સમર્થન આપો. અમે હાલ આત્મવિશ્લેષણ કરવા માગીએ છીએ તેમજ વ્યકિતગત રીતે અમે એકબીજા પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે જાણવા માગીએ છીએ? જીવન એક યાત્રા છે અને પ્રેમ એક પ્રક્રિયા છે. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અમે અમારાં લગ્નની સત્તાવાર નોંધણી ન કરવાનો નિર્ણય લીધો છે. અમારા અંગત જીવને માન આપવા બદલ હું સૌનો આભાર માનું છું.

પામેલાએ હાલમાં જ ૫માં લગ્ન હતા. હોલિવૂડ પ્રોડ્યૂસર જોન પીટર્સ સાથે લગ્ન બંધનમાં બંધઈ હતી. લાંબા સમયથી તે એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ પામેલાએ બેટમેન ફિલ્મના પ્રોડ્યૂસર ૭૪ વર્ષીય જોન પીટર્સ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ પામેલા એડરસન અને જોન પીટર્સ એક ખાનગી લગ્ન કરવા માંગતા હતા. આ લગ્ન Malibu Beach આયોજીત કરાયા હતા.

(9:58 am IST)