Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પરેશ રાવલનો પુત્ર આદિત્ય ફિલ્મી પરદે

અભિનેતા પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. તે અભિનેતા તરીકે ફિલ્મ 'બમફાડ'માં જોવા મળશે. બમફાડ એ પુર્વાંચલનો ભોૈકાલી શબ્દ છે, તેનો મતલબ થાય છે કે શોધો નહિ. આ ફિલ્મ કાનપુર પર આધારીત છે. ફિલ્મમાં આદિત્ય રાવલના પિતાની ભુમિકા ટીવી ધારાવાહિક નિમકી મુખિયા ફેઇમ વિજય કુમાર નિભાવી રહ્યા છે. વિજયએ કહ્યું હતું કે આ એક શાનદાર ફિલ્મ છે. અનુરાગ કશ્યપની સ્ટાઇલ આ ફિલ્મમાં જોવા મળશે. એક ઝનુની પ્રેમ કહાની છે, જેની પૃષ્ઠભુમિ અલ્લાહાબાદ છે. જો કે ફિલ્મનું શુટીંગ કાનપુરમાં થયું છે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ કરી રહ્યા છે. તેણે અગાઉ મુક્કાબાજ નામની ફિલ્મ લખી હતી. અર્જુન રેડ્ડીથી ચર્ચામાં આવેલી શાલિની પાંડે ફિલ્મમાં મહત્વના રોલમાં છે. ફિલ્મમાં કાનપુરીયા અંદાજ જોવા મળશે. યુપીનો એક બાહુબલી નેતા જેલમાં રહીને બહાર ગુનાઓને અંજામ આપે છે. સાથો સાથ પ્રેમકહાની અને જબરદસ્ત ટ્વિસ્ટ પણ હશે.

(9:57 am IST)