Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ટીવી શોના પાત્ર માટે રિયાએ કરી ભરપુર મહેનત

ટીવી સિરીયલના અભિનેતાઓ પણ પોતાના રોલ માટે અનહદ મહેનત કરતા હોય છે. ટીવી શો 'નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી'માં મુખ્ય રોલ ભજવી રહેલી રિયા શુકલાએ આ શોમાં શુધ્ધ હિન્દી ભાષામાં ડાયલોગ બોલવા માટે ખુબ મહેનત કરી છે. તેણે સરકારી શાળાઓની ટેકસ્ટ બૂક વાંચી કાઢી હતી. કલર્સ પર આ શો શરૂ થઇ ગયો છે. રિયાને આ સિરીયલમાં મુળ લખનોૈની રહેવાસી દેખાડવામાં આવી છે. તે ટુંકી હાઇટ ધરાવતી છોકરીના રોલમાં છે. પોતાના પાત્રની તૈયારી કરવા માટે રિયાએ ઘણી મહેનત કરી છે. તેણે કહ્યું હતું કે આપણે સ્કૂલમાંથી ભણીને નીકળીએ પછી હિન્દીનું પ્રાથમિક ગ્રામર ભુલી જઇએ છીએ. પછી આપણી ભાષામાં અંગ્રેજી શબ્દો પણ ભળી જતાં હોય છે. મારા પાત્રને કાનપુરનું ઉચ્ચારણ કરવાનું હોવાથી મેં હિન્દી ભાષાની બુકસ વાંચી કાઢી હતી. આને કારણે મારી હિન્દી ભાષા એટલી સુધરી ગઇ કે હું અંગ્રેજી ભુલી ગઇ હોય તેવો અહેસાસ થવા માંડ્યો હતો.

 

(9:56 am IST)