Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મુઝફ્ફરપુરની કૉર્ટમાં અનુપમ ખેર સામે કેસ નોંધાયો

મુંબઈ: અનુપમ ખેર અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’ની મુશ્કેલી ઓછી થતી જોવા મળી રહી નથી. ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં મીડિયા સલાહકાર સંજય બારૂનાં પુસ્તક પર આધારિત છે. ટ્રેલર આવ્યા બાદ કૉંગ્રેસનાં ઘણા નેતાઓએ ફિલ્મનો વિરોધ કર્યો છે. હવે આ મામલે મુઝફ્ફરપુરની કૉર્ટમાં અનુપમ ખેર સામે કેસ નોંધાયો છે. અરજદાર સુધીર ઓઝાનો આરોપ છે કે ફિલ્મ દ્વારા પૂર્વ પીએમ મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સુષ્મા સ્વરાજ, અટલ બિહારી વાજપેયી, લાલુ પ્રસાદ યાદવ અને માયાવતીનું પણ અપમાન કરવામાં આવ્યું છે.

(5:13 pm IST)