Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રણવીરસિંહ ૨૦૧૮માં પ૦૦ કરોડ કમાનારો અેકમાત્ર અભિનેતા બની ગયોઃ અક્ષયકુમાર, રણબીર કપૂ ર, સલમાન ખાનને પાછળ છોડી દીધા

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ માટે 2018નું વર્ષ ખાસ રહ્યું. તેણે વર્ષે માત્ર દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા પરંતુ પદ્માવત અને સિમ્બા જેવી હિટ ફિલ્મ પણ આપી.

ફિલ્મ રહી બમ્પર હિટ

રણવીર સિંહની સિમ્બા અને પદ્માવતનું કુલ કલેક્શન 425 કરોડ રૂપિયા છે, સાથે સિમ્બા બોક્સ ઓફિસ પર વધુ વકરો કરે તેવી શક્યતા છે.

સૌથી વધારે કમાણી કરનારો અભિનેતા

ફિલ્મ પદ્માવતે પણ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો. સાથે ડિસેમ્બરના અંતમાં રિલીઝ થયેલી સિમ્બાએ પણ પહેલા પાંચ દિવસમાં 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાથે રણવીર સિંહ 2018માં 500 કરોડ રૂપિયા કમાનારો એકમાત્ર અભિનેતા બની ગયો છે.

બિગ સ્ટાર્સને પણ છોડ્યા પાછળ

500 કરોડ રૂપિયાની કમાણી સાથે અભિનેતાએ બોક્સ ઓફિસની રેસમાં અક્ષય કુમાર, રણબીર કપૂર અને સલમાન ખાન જેવા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

અક્ષય કુમારે વર્ષે ગોલ્ડ અને પેડમેન સાથે 390 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, તો સંજૂ સાથે રણબીર કપૂરે 341.22 કરોડની કમાણી કરી. 2018 સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન માટે ફ્લોપ સાબિત થયું.

(4:44 pm IST)