Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

દિલજીત સાથેની ફિલ્મમાં જોવા મળશે કિયારા અડવાણી

બોલીવૂડની સૌથી સેકસીએસ્ટ અભિનેત્રીઓના લિસ્ટમાં કિયારા અડવાણીનું નામ પણ સામેલ છે. કિયારાએ મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક 'એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી'માં નિભાવેલો રોલ ખુબ વખાણાયો હતો. કિયારા અવાર-નવાર પોતાની તસ્વીરોને કારણે સોશિયલ મિડીયા પર છવાયેલી રહે છે. તેના હોટ અવતારને ચાહકો ખુબ પસંદ કરે છે.

તાજેતરમાં તેણે દરિયા કિનારે કાળા રંગની બિકીની સાથેની તસ્વીર પોસ્ટ કરતાં ઇન્ટરનેટ પર જોતજોતામાં આ તસ્વીર વાઇરલ થઇ ગઇ હતી. પોતાની ફેશન સેન્સને કારણે પણ તે બોલીવૂડમાં સતત ચર્ચા જગાવતી રહે છે. કિયારા આગામી સમયમાં 'ગૂડ ન્યુઝ' નામની ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથેની ફિલ્મમાં જોવા મળવાની છે. મુંબઇમાં જન્મેલી કિયારાએ લસ્ટ સ્ટોરીઝ નામની વેબસિરીઝમાં પણ કમાલનું કામ કર્યુ હતું. તેલુગુ ફિલ્મ પણ કરી ચુકી છે.

(10:02 am IST)