Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પટોળી પેલેસમાં ધામધૂમથી ઉજવાશે તૈમુર સેફ અલીનો જન્મદિવસ

મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર અલી ખાન ૨૦ ડિસેમ્બરે એક વર્ષનો થશે અને તેની પહેલી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

અને એની ઉજવણી પટૌડી પૅલેસમાં એક અઠવાડિયા સુધી ચાલશે. પટૌડીપરિવાર અને કપૂરપરિવારમાં આનંદનો માહોલ છે એથી સોશ્યલ મીડિયામાં પણ માટે વિવિધ અટકળો ચાલી રહી છે. બ્રિટિશ ઍનિમેટેડ સિરીઝપેપ્પા પિગના કાર્ટૂન થીમની પાર્ટીથી માંડીને મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં ગ્રૅન્ડ ફંક્શન થશે, પણ હરિયાણામાં આવેલા રાજવી પટૌડી પૅલેસમાં ખાસ આમંત્રિતો માટે ભવ્ય જલસો યોજાશે જેમાં બૉલીવુડના સ્ટાર તેમનાં બાળકો સાથે ઉપસ્થિત રહેશે.
તૈમુરના નાના રણધીર કપૂર હાલમાં સિંગાપોર છે અને તૈમુરની પહેલી વર્ષગાંઠની ઉજવણીની તૈયારીની વિગતો આપતાં તેઓ કહે છે કે પ્રસંગે આખો પરિવાર ઉપસ્થિત રહેશે, કારણ કે બાળકોમાં પરિવારભાવના સદા જાગ્રત રહે માટે સૈફ અલી અને કરીના તકેદારી રાખે છે. તૈમુરનાં દાદી શર્મિલા ટાગોર, કરિશ્મા કપૂર અને તેનાં સંતાનો સમાઇરા અને કિઆન પણ પ્રસંગે ખાસ હાજર રહેશે. તૈમુરના જન્મદિન નિમિત્તે સૈફે ખાસ જીપ ખરીદી છે, પણ કપૂરપરિવારે હજી સુધી કોઈ ગિફ્ટ ખરીદી નથી.’

 

(5:47 pm IST)