Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મૌની રોય કરણ જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કરશે નેગેટિવ રોલ

મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ અંગેની સત્તાવાર જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેતા રણબીર કપુર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મમાં ટેલિવિઝનની પ્રખ્યાત સિરીયલ નાગિનથી રાતોરાત સ્ટાર બનેલ મૌની રોય પણ નજરે પડશે. ફિલ્મમાં આલિયા અને રણબીર કપુર સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હશે. જોકે ફિલ્મમાં મૌની રોયનો રોલ શું હશે તેની ચર્ચાએ જોર પકડયુ હતુ, ત્યારે હવે કન્ફર્મ થઈ ગયુ છે કે ફિલ્મમાં મૌની નેગેટીવ પાત્રમાં નજરે પડશે. 

 

(5:46 pm IST)