Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અપને-૨ની તૈયારીઃ કરણ પણ હશે

પહેલા ભાગનું રાજકોટમાં પણ શુટીંગ થયું હતું

ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલને ચમકાવતી ફિલ્મ અપને વર્ષ ૨૦૦૭માં આવી હતી. એ વખતે ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી. અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સિકવલ પણ હવે બનશે. અનિલ શર્માએ અપને-૨ની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. જે તેણે ધર્મેન્દ્રને બતાવતાં તેમને ખુબ ગમી છે. બીજા ભાગમાં પણ ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ મુખ્ય ભુમિકામાં હશે.   પહેલા ભાગના તેર વર્ષ બાદ હવે સિકવલ બની રહી છે. ફિલ્મના બીજા કલાકારો હવે નક્કી થશે. પણ એ વાત નક્કી છે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ હશે. શુટીંગ આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં શરૂ થઇ શકે તેમ છે. મુંબઇ અને લંડનમાં શુટીંગ થશે. કદાચ કરણ દેઓલ પણ આ વખતે ફિલ્મનો ભાગ બને તેવી શકયતા છે. ધર્મેન્દ્રએ એક બોકસરનો રોલ નિભાવ્યો હતો. જે પોતાના પુત્રો અંગદ અને કરણને વર્લ્ડ ચેમ્પિયન બોકસર બનાવવા ઇચ્છતા હોય છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, કેટરીના કૈફ, વિકટર બેનર્જી, દિવ્યા દત્તા, જાવેદ શેખ, પરવીન ડબાસ, રાજેન્દ્ર ગુપ્તા સહિતના કલાકારો હતાં. રાજકોટના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ બોકસીંગના દ્રશ્યોનું શુટીંગ થયું હતું.

 

(10:22 am IST)