Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાતી ફિલ્મકાર સંજય છેલે પર લાગ્યો ગેરવર્તનનો આરોપ

મુંબઈ: અભિનેત્રી કમ એનજીઓ વર્કર સોમા મેઘનાનીએ પ્રસિદ્ધ ગુજરાતી સ્ક્રીપ્ટ રાઇટર ફિલ્મ સર્જક સંજય છેલે પોતાની સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.'હું સંજય છેલને એની ઑફિસે મળવા ગઇ હતી. એણે અંદરથી પોતાની કેબિન લૉક કરી લીધી અને મને ભેટીને દિવાલ સરસી કરી દીધી. હું તો સ્તબ્ધ થઇ ગઇ. જેમ તેમ કરીને મેં મારી જાન છોડાવી અને ત્યાંથી નીકળી ગઇ' એમ સોમાએ કહ્યું હતું. ઔએક એન્ટરટેઇનમેન્ટ ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સોમાએ કહ્યું કે આવું તો ફિલ્મ સૃષ્ટિમાં સતત થઇ રહ્યું છે. સંજય દત્ત અને ઊર્મિલા માતોંડકરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ ખૂબસુરતનું નિર્દેશન કરી ચૂકેલા સંજય છેલે આક્ષેપને રદિયો આપ્યો હતો.હોલિવૂડમાં શરૃ થયેલું મી ટુ આંદોલન છેલ્લા થોડા સપ્તાહોથી બોલિવૂડમાં પણ ખળભળાટ સર્જી રહ્યું છે. સિનિયર અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, ડાયરેક્ટર સાજિદ ખાન, વગેરે સામે તો પોલીસ ફરિયાદો પણ નોંધાઇ છે. જો કે દેખીતી રીતેજ મુદ્દે બે ભાગ પડી ગયા છે. મલાઇકા અરોરા ખાન અને રાખી સાવંત જેવા કલાકારો મી ટુ આંદોલનને પબ્લિસિટી સ્ટંટ ગણાવે છેે જ્યારે બીજા કેટલાક લોકો એને વાજબી ગણાવે છે. જો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા તથા દીપિકા પાદુકોણ જેવી સેલેબ્રિટિઝે હજુ  સુધી મુદ્દે એક અક્ષર સુદ્ધાં ઉચ્ચાર્યો નથી.

(4:05 pm IST)