Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમારો શો મોટો સામાજીક સંદેશ આપે છેઃ અશનૂર

ટીવી પરદા પર હાલમાં જુના સામાજીક બંધનોને તોડવાની અને નવા જમાનાના રિતરિવાજ બનાવવાની પહેલ ચાલી રહી છે. આવા શો સફળ પણ થઇ રહ્યા છે. આવો જ એક શો 'પટિયાલા બેબ્સ'માં એવી દિકરીની કહાની છે જે પોતાની માતાના લગ્ન કરાવે છે. મીની નામની  દિકરીનો રોલ અભિનેત્રી અશનૂર કોૈર નિભાવી રહી છે. અશનૂર કહે છે હું ભાગ્યશાળી છું કે મને આવી ભુમિકા નિભાવવાની તક મળી. મને લાગે છે કે આ શો દર્શકોને એક મોટો સામાજિક સંદેશ આપે છે. સિરીયલમાં બેબ્સ અને હનુમાનના લગ્નના માધ્યમથી અમે સમાજમાં આવા લગ્નો સ્વીકાર્ય બને તેવો પ્રયાસ કરી રહ્યા છીએ અને એવો મેસેજ આપીએ છીએ કે એક લગ્ન તૂટી જવા એટલે જિંદગી પુરી નથી થઇ જતી.  મને એ પણ ખબર છે કે અમારા આ શો થકી અમે રૂઢીવાદી અને પુર્વગ્રહ ધરાવતાં અમુક સમાજને અમે પડકાર ફેંકી રહ્યા છીએ. પણ આજે સમયની આજ જરૂરીયાત છે. સમાજ આજે પણ એકલી મહિલાને તિરસ્કાર અને શંકાની નજરે જ જોતો હોય છે.

 

(10:01 am IST)