Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજકુમાર રાવ અને શ્રધ્ધાકપુરની ફિલ્મ 'સ્ત્રી'નું સિંગર મીકાસિંગના અવાજમાં મીલેગી મીલેગી... મજેદાર ગીત રીલીઝ

મુંબઇઃ ફિલ્મ અભિનેતા રાજકુમાર અને શ્રધ્ધા કપુરને ચમકાવતી ફિલ્મ 'સ્ત્રી'નું પ્રથમ ગીત રીલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત સાંભળીને ફિલ્મ રસીકો ઝુમવા લાગશે.

ગીતની શરૂઆતમાં પંકજ ત્રિપાઠી પણ નજરે પડે છે, પરંતુ આ ગીતનો અંત વધુ મજેદાર છે, જેમાં બધા એક્ટર્સ સ્ત્રી બનીને નાચતાં જોવા મળી રહ્યા છે. એક દિવસ પહેલાં આ ગીતનું ટીઝર રિલીજ કરવામાં આવ્યું હતું. આ ગીતને મીકા સિંહ અને સચિન જિગરે ગાયું છે. સચિન-જિગરે જ આ ગીતને સંગીત આપ્યું છે. ગીતમાં મજેદાર મિસ્ટ્રી પણ છે. તમે પણ જુઓ સ્ત્રીનું આ પ્રથમ ગીત. 

તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં જ આ ફિલ્મનું 'ટ્રેલર' રિલીજ થયું હતું. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. ફિલ્મમાં રાજકુમાર રાવની કોમિક ટાઇમિંગ જોવા લાયક છે. આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રિલીજ થઇ રહી છે.

(6:10 pm IST)