Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ફિલ્મો માટે ટીવી શોમાં કામ કરવાનું છોડ્યું દિગાંગનાએ

જાણીતા ટીવી શો એક વીર કી અરદાસ...વીરામાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીએ હાલમાં ટીવીની દુનિયાને ગુડબાય કરી દીધી છે. તે છેલ્લે બિગ બોસ-૯માં જોવા મળી હતી. હવે તે ફિલ્મી પરદે આવી રહી છે. તેની ફિલ્મો ફ્રાય ડે અને જલેબી આવી રહી છે. દિગાંગના કહે છે હું બોલીવૂડમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી અને એ માટે તૈયારી કરી રહી હતી. મારે આ ફિલ્ડમાં આવવા માટે કેટલાક બદલાવ લાવવા પડે તેમ હતાં. સલમાન ખાનની સલાહથી મેં મારું વજન ઓછુ કર્યુ હતું અને મારા વાળ પણ ટૂંકા કર્યા છે. લૂક બદલીને હવે હું બોલીવૂડમાં કામ કરી રહી છું. ટીવી પરદાને હું ખુબ માન આપુ છું. જ્યારે ઇચ્છુ ત્યારે ટીવી શો કરી શકુ છું. પણ બોલીવૂડની સાથે આ કામ હાલમાં શકય નથી. દિગાંગનાએ એકતાના શો કયા હાદસા કયા હકિકત થકી બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

(9:58 am IST)